આ ગ્રુપનો મુખ્ય ઉદેશ મનુષ્ય જન્મનો જે મુખ્ય હેતુ છે એને પાર પાડવા માટે સંપૂર્ણ માનવ જાતિને મદદ કરવાનો અને એ દિશામાં ઝડપથી લઈ જવા માટે પ્રેરણા આપવાનો છે.
મનુષ્ય જન્મ નો મુખ્ય ઉદેશ આત્મા ની ઉચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ, ઉત્તમ દિશામાં ગતિ, મોક્ષમાર્ગ તરફ પ્રયાણ,અને અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે. માનવજાતિને આ દિશામાં જતાં પડતી તકલીફો, અવરોધ કરતાં પરિબળો, દૂર કરવા અથવા તો હળવા કરવા માટે ના ખૂબ જ વિશિષ્ટ કાર્ય આ ગ્રુપ દ્વારા કરવામાં આવશે, અને સમયે સમયે એ માટે જરૂરી નવા પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે.
આ દિશામાં ઝડપથી આગળ વધવા માટે કર્મ અને ભક્તિ શ્રેષ્ઠ ઉપાય છે, અને એમાં પણ કર્મ એ જ મુખ્ય આધાર છે. મનુષ્યના કર્મ જેટલા શ્રેષ્ઠ અને ઉચ્ચ હશે, એટલી આત્મા ની ગતિ ઉત્તમ દિશામાં ઝડપથી થશે. કર્મ શ્રેષ્ઠ અને ઉચ્ચ કરવા માટે શરીર અને મન સ્વસ્થ અને ભારમુક્ત હોવા ખૂબ જ જરૂરી છે.
તેથી શરીર અને મનને સ્વસ્થ અને ભારમુક્ત કરવા ના કાર્ય આ ગ્રુપ દ્વારા થશે, તો પોતાના અને બીજા ના આત્મા ની ઉન્નતિ માટે ના ઉત્તમ કાર્ય મા જોડાવા, સહભાગી થવા અને લાભ લેવા પ્રાથના.
"BECAUSE "
PREVENTION IS BETTER THAN CURE.
"JOIN WITH US AND KEEP YOUR BODY AND MIND UP TO DATE AND DISEASES FREE"